ગાંધીનગર/અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં આઈએફએસ વાઈવઝ એસોસિયેશન દ્વારા આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને આદ્ય શક્તિ ની આરતી તથા પૂજન કર્યા હતા.તેમણે ગરબા પણ નિહાળ્યા હતા.
વન પર્યાવરણ મંત્રી મુળુ બેરા, મુખ્યસચિવ રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ચતુર્વેદી અને વરિષ્ઠ અધિકારીઓ પરિવાર સાથે આ અવસરમાં સહભાગી થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
