મોડાસા,27 ઓકટોબર (હિ.સ.)વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામનાં ડૉ. આકાશકુમાર સંજયભાઈ પટેલે ગુજરાત યુનિવર્સિટી ના ડૉ. સી. જી. બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ (આંજણા ચૌધરીઓ માં આવેલ પરિવર્તન) વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરી પી. એચ. ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી વિજયનગર તાલુકાના આંજણા પટેલ સમાજ નું ગૌરવ વધાર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ
