
ભોપાલ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આજથી (શનિવાર) ત્રણ દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ અહીં વિધાનસભા ચૂંટણીને લઈને પક્ષના પદાધિકારીઓની બેઠક યોજશે અને ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધશે. આ માહિતી ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે આપી હતી.
તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહ બપોરે 12.50 વાગ્યે જબલપુર પહોંચશે અને રાણી દુર્ગાવતી હોસ્પિટલ પાસે શહીદ શંકર શાહ અને રઘુનાથ શાહની પ્રતિમાઓને પુષ્પાંજલિ આપશે. તેઓ બપોરે 1:30 કલાકે જબલપુર ભાજપ વિભાગીય કાર્યાલય ખાતે જબલપુર વિભાગની વિભાગીય બેઠકને સંબોધશે. આ પછી તેઓ છિંદવાડા જિલ્લાના જુન્નારદેવના નંદલાલ શોધ સ્કૂલ ગ્રાઉન્ડમાં બપોરે 3:40 વાગ્યે જાહેર સભાને સંબોધશે. શાહ સાંજે 6:10 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભોપાલ અને નર્મદાપુરમ વિભાગોની વિભાગીય બેઠકને સંબોધશે.
અગ્રવાલે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી બીજા દિવસે 29 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે ભોપાલના વીઆઇપી રોડ પર સ્થિત રાજાભોજની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. આ પછી તેઓ સવારે 11:30 વાગે ખજુરાહોમાં હોટલ રમાડા પહોંચશે અને સાગર વિભાગની વિભાગીય બેઠકમાં માર્ગદર્શન આપશે. શાહ બપોરે 2.50 વાગ્યે રીવા જિલ્લાના વૃંદાવન ગાર્ડન ઝિરિયા ખાતે રીવા અને શહડોલ વિભાગની વિભાગીય બેઠકમાં હાજરી આપશે. તે પછી, તેઓ સાંજે 6:30 વાગ્યે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર ના દર્શન કરશે અને ફ્રીગંજના ટાવર ચોકમાં જનસભાને સંબોધશે. રાત્રે 8.30 કલાકે હોટલ રૂદ્રાક્ષમાં, ઉજ્જૈન વિભાગની વિભાગીય બેઠકમાં ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, 30 ઓક્ટોબરે મધ્યપ્રદેશમાં તેમના રોકાણના ત્રીજા દિવસે સવારે 11:30 વાગ્યે હોટેલ બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર હોલ વિજય નગર, ઈન્દોરમાં ઈન્દોર વિભાગની વિભાગીય બેઠકને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે 2:30 વાગ્યે હોટેલ રેડિસન સિટી સેન્ટર ગ્વાલિયરમાં, ગ્વાલિયર-ચંબલ ડિવિઝનની વિભાગીય બેઠકમાં માર્ગદર્શન આપશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/મુકુંદ / ડો. હિતેશ
