– પૂનમ માડમ-રેખા ચૌધરી મહિલા ઉમેદવાર, મનસુખ વસાવા સતત 7મી વાર ઉમેદવાર; માંડવિયા-રૂપાલા લોકસભા લડશે
અમદાવાદ: 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપની 195 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પંદરની જાહેરાત કારવાંમ આવી જેમાં 10 રીપિટ 5નાં પત્તાં કપાયાં છે. ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે આજે ભાજપ દ્વારા ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી શનિવારે જાહેર કરવામાં આવી છે. જેમાં 195 ઉમેદવારોના નામ છે. પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.
આ યાદીમાં ઉત્તરપ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2 . ઉત્તરાખંડની 3. અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે.
ગુજરાતના 15 ઉમેદવાર
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – રેખા ચૌધરી
પાટણ – ભરતજી ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ પશ્વિમ – દિનેશ મકવાણા
રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
જામનગર – પુનમ માડમ
આણંદ – મિતેશ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જશવંતસિંહ ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલી – પ્રભુ વસાવા
નવસારી – સી આર પાટીલ
બનાસકાંઠા – રેખા ચૌધરી
રાજ્યની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ દ્વારા 27-28 ફેબ્રુઆરીએ સેન્સ લીધી હતી. સતત બે દિવસ સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં ઉમેદવારના નામની પેનલ નક્કી કરાઈ હતી. પ્રત્યેક બેઠક દીઠ 3 નામની પેનલ તૈયાર કરાઈ હતી. ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગુરૂવારની મોડી રાત એટલે કે શુક્રવારની વહેલી સવારના સાડા ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. ત્યારે આજે ભાજપ દ્વારા દેશ સહિત ગુજરાતના ઉમેદવારો પણ જાહેર કરાયા છે.
28મી ફેબ્રુઆરીએ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. આ બોર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અપેક્ષિત હતા. જો કે, સુચક વાત એ છે કે પંજાબ અને દિલ્હીના પ્રભારી હોવા છતાં ગુજરાતની ટિકિટ વહેંચણી બાબતે ચર્ચા કરવા માટે તેમને પણ હાજર રાખવામાં હતા. 29મી ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી પહોંચ્યા હતા. ગુજરાત ભાજપના ઉમેદવારો આજકાલમાં ફાઇનલ થાય તેવી સંભાવના સેવાઈ રહી હતી. દરમિયાન દિલ્હી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં બંને આગેવાનો સહિતના વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
