નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિં. સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડી ગારુને, તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાને એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, “તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ રેવંત રેડ્ડી ગારુને અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણ માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.”
ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિને સત્તા પરથી હટાવી દીધી છે. રેવંત રેડ્ડીએ આજે હૈદરાબાદમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી અને અન્ય અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / પવન / ડો હિતેશ
PM congratulates Revanth Reddy on taking oath as Chief Minister of Telangana/માધવી
