
નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાજપની આજે (શનિવાર) રાજ્ય માં મોટી રેલીઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભરતપુર અને નાગૌરમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાનના આ કાર્યક્રમની માહિતી ભાજપના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે.
બીજેપીના એક્સ હેન્ડલમાં શેર કરવામાં આવેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સૌથી પહેલા ભરતપુર પહોંચી રહ્યા છે. તેઓ સવારે 11:45 વાગ્યે અહીં એમએસકે કોલેજ મેદાનમાં વિજય સંકલ્પ સભાને સંબોધશે. આ પછી વડાપ્રધાન નાગૌરના ખરનાલમાં રહેશે. વડાપ્રધાન મોદી, બપોરે 3.15 કલાકે ખરનાલમાં વીર તેજાજી મંદિર પર દર્શન કરીને પૂજા કરશે. અંતે, વડાપ્રધાન મોદી સાંજે 4.15 કલાકે નાગૌરના જિલ્લા રમતગમત મેદાનમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
