ઇમ્ફાલ, નવી દિલ્હી,14 જાન્યુઆરી (હિ.સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે કેન્દ્રીય નેતાઓના સમૂહ સાથે, ઈમ્ફાલ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર મણિપુર પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ, તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીંથી રાહુલ ગાંધી રોડ માર્ગે, થૌબલ જિલ્લાના ખાંગજામ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી તેમની પ્રસ્તાવિત ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત, ખાંગજામ મેદાનથી કરશે.
રવિવારે ગાઢ ધુમ્મસને કારણે, દિલ્હી એરપોર્ટથી રાહુલ ગાંધીની ઈન્ડિગોની વિશેષ ફ્લાઈટ લગભગ ચાર કલાક મોડી પડી હતી. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, અભિષેક મનુ સિંઘવી, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ અને ઘણા કેન્દ્રીય નેતાઓ હતા.
મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય કે મેઘચંદ્રએ કહ્યું કે,’ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ રવિવારે સવારે, 11 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તેમના મોડા આવવાને કારણે રેલી અને યાત્રાના કાર્યક્રમમાં, કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.’
હિન્દુસ્થાન સમાચાર / સમીપ / અરવિંદ / સુનીલ / માધવી
