નવી દિલ્હી, 03 ડિસેમ્બર (હિ. સ.) કૃતજ્ઞ રાષ્ટ્ર એ, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને, આજે (રવિવારે) તેમની 139 મી જન્મજયંતિ પર યાદ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ ભવનમાં તેમના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક્સ પર લખ્યું કે, ‘ આપણા ઈતિહાસની નિર્ણાયક ક્ષણોમાં, ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ગહન બુદ્ધિમત્તા અને દ્રઢ નેતૃત્વ, ખૂબ જ ગર્વની વાત છે. લોકશાહી અને એકતાના વિજેતા તરીકે તેમના પ્રયાસો પેઢીઓ સુધી ગુંજશે. તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને શત શત વંદન.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સભાના અધ્યક્ષ, ‘ભારત રત્ન’ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
