નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી : યુવા બાબતો અને રમત મંત્રાલય (એમવાયએએસ) મિશન ઓલિમ્પિક સેલ (એમઓસી) એ શુક્રવારે, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જુડોકા હિમાંશી ટોકસ, શ્રદ્ધા ચોપડે અને અસ્મિતા ડેની દરખાસ્તોને, મંજૂરી આપી હતી.
જુનિયર એશિયન ચેમ્પિયનશીપની સુવર્ણ ચંદ્રક વિજેતા, હિમાંશી અને જુનિયર ઓશિનિયા ચેમ્પિયનશીપની સુવર્ણ ચંદ્રક વિજેતા શ્રદ્ધા, અનુક્રમે પેરિસમાં ફ્રાન્સ ગ્રાન્ડ સ્લેમ, બાકુમાં અઝરબૈજાન ગ્રાન્ડ સ્લેમ, તાશ્કંદમાં ઉઝબેકિસ્તાન ગ્રાન્ડ સ્લેમ અને લિન્ઝમાં ઓસ્ટ્રિયા ગ્રાન્ડ પ્રિકસમાં ભાગ લેશે.
બીજી તરફ જુનિયર એશિયન કપ ચેમ્પિયન અસ્મિતા, ફ્રાન્સ ગ્રાન્ડ સ્લેમ માટે પેરિસમાં આ જોડી સાથે જોડાશે.
એમવાયએએસ, તેની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ) હેઠળ, આ તમામ સ્પર્ધાઓ, અને તાલીમ સમયગાળા માટે તેમનું હવાઈ ભાડું, બોર્ડિંગ/આવાસ, વીમો અને સ્થાનિક પરિવહન ખર્ચને આવરી લેશે. આમ મંત્રાલયના પ્રકાશનમાં જણાવ્યું હતું.
એમઓસીએ રાઈફલ શૂટર ઈલાવેનિલ વાલારિવાનની, રેન્કિંગ પોઈન્ટ્સ ઓન્લી (આરપીઓ) શ્રેણી હેઠળ સ્પેનમાં આગામી, આઈએસએસએફ વર્લ્ડ કપમાં ભાગ લેવાની વિનંતીને પણ મંજૂર કરી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, એલેવેનિલના હવાઈભાડું, પ્રવેશ ફી, તાલીમ ફી, સ્થાનિક પરિવહન ખર્ચ, વિઝા અને વીમા ફી સહિતનો ખર્ચ, ટોપ્સ ફંડિંગ હેઠળ આવરી લેવામાં આવશે.
