નવી દિલ્હી, 02 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે (મંગળવારે) ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ચૂંટણી રેલીઓને સંબોધશે.
ભાજપે એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે. વડાપ્રધાન મોદી ઉત્તરાખંડના રૂદ્રપુરમાં બપોરે 12 વાગ્યે અને રાજસ્થાનના કોટપુતલીમાં બપોરે 3:30 વાગ્યે પાર્ટીની જાહેર સભાઓને સંબોધિત કરશે. નોંધનીય છે કે, ઉત્તરાખંડની કુલ પાંચ લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.
