શ્રીનગર, નવી દિલ્હી : પૂર્વ મુખ્યમંત્રી અને એનસી પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાએ, રક્ષા મંત્રી રાજનાથ સિંહના ‘પીઓકે ને ભારતમાં વિલીન કરવામાં આવશે’ના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે, જે આપણા પર જ પડશે.
તેમણે કહ્યું કે, જો રક્ષા મંત્રી આવું કહેતા હોય તો આપણે આ બાબતે આગળ વધવું જોઈએ કે, તેમને કોણ રોકી રહ્યું છે અને પછી અમે તેમને રોકવાવાળા કોણ છીએ? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે, પાકિસ્તાન પણ બંગડીઓ પહેરતું નથી. પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે અને તે પરમાણુ બોમ્બ જમ્મુ-કાશ્મીર, એટલે કે આપણા પર જ પડશે.
બીજી તરફ અબ્દુલ્લાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, ભાજપે પહેલા જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રની તમામ સમસ્યાઓ ઉકેલવાની જરૂર છે અને તેમને પીઓકેને ભારતમાં ભેળવતા કોઈ રોકી રહ્યું નથી. સૌપ્રથમ સેક્ટરની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે.
