• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > શુક્રવારથી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ-ઇન્સ્પેક્ટર કોન્ફરન્સમાં, વડાપ્રધાન અને ગૃહમંત્રી હાજર રહેશે
National

શુક્રવારથી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ-ઇન્સ્પેક્ટર કોન્ફરન્સમાં, વડાપ્રધાન અને ગૃહમંત્રી હાજર રહેશે

CliQ INDIA
Last updated: January 4, 2024 7:10 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

જયપુર, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.) 58મી ડાયરેક્ટર જનરલ-ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સ 05 થી 07 જાન્યુઆરી દરમિયાન, રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર, જયપુર ખાતે યોજાશે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ-પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત, દેશભરના ડીજીપી-આઈજી ભાગ લેશે. ત્રણ દિવસીય કોન્ફરન્સમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ખતરો, સાયબર છેતરપિંડી અને ખાલિસ્તાની તરફી જૂથોની પ્રવૃત્તિઓ સહિત અન્ય મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ આ કોન્ફરન્સમાં ભાગ લેવા શુક્રવારે જયપુર પહોંચશે. ગુરુવારથી ડીજીપી-આઈજી આવવાનું શરૂ થશે. વડાપ્રધાન મોદી 07ના રોજ દિલ્હી પરત ફરશે. કોન્ફરન્સમાં તમામ રાજ્યો અપરાધ નિયંત્રણના પ્રયાસો પર, પ્રેઝન્ટેશન આપશે. મોડેલ સ્ટેટ પસંદ કરીને સામાન્ય માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 05 જાન્યુઆરીએ જયપુર આવશે. વડાપ્રધાન મોદી, બપોરે જયપુર પહોંચવાના છે. આ દરમિયાન તેઓ એરપોર્ટથી સીધા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચશે. જ્યાં તેઓ મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો અને રાજ્યના અધિકારીઓની બેઠક લઈ શકે છે. આ પછી વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રિ આરામ કરશે. મોદી બીજા દિવસે 6 જાન્યુઆરીએ ડીજીપી-આઈજી કોન્ફરન્સમાં ભાગ લેશે. પ્રદેશ ભાજપ કાર્યાલયમાં બેઠકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન મોદીની સંભવિત બેઠકને ધ્યાનમાં રાખીને, કાર્યાલયની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ બુધવારે, રાજભવન સંકુલની અનૌપચારિક સમીક્ષા કરી હતી. તેમણે વડાપ્રધાનની મુલાકાતને લગતી સુરક્ષા અને જરૂરી તૈયારીઓની માહિતી લીધી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. આ દરમિયાન તેમણે વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન મોદીના આગમન અને રોકાણને લગતી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભજનલાલની દેખરેખ હેઠળ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકની, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ, ત્રણેય દિવસ ડીજીપી-આઈજી કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ 05 થી 07 જાન્યુઆરી સુધી જયપુરમાં રહેશે અને આ કોન્ફરન્સમાં ભાગ લેશે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એસપીજીના અધિકારીઓએ જયપુરમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી લીધી છે. આ કોન્ફરન્સમાં અમિત શાહ મુખ્ય અતિથિ હશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે. કોન્ફરન્સમાં પ્રથમ દિવસે બે સેશન, બીજા દિવસે ચાર અને ત્રીજા દિવસે બે સેશન હશે.

આ કોન્ફરન્સમાં દેશના 28 રાજ્યોના ડીજીપી-આઈજી અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના આઈજી ભાગ લેશે. વિધાનસભાની નજીકના ધારાસભ્ય ક્વાર્ટર્સમાં 150 થી વધુ સરકારી અધિકારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અધિકારીઓની સુરક્ષાની જવાબદારી જયપુર પોલીસની છે.

હિન્દુસ્થાન સમાચાર / સંદીપ / ઈશ્વર / સંજીવ / માધવી

You Might Also Like

ટેરર ફંડિંગઃ એનઆઈએ એ, જમ્મુ-કાશ્મીરમાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા
વડાપ્રધાન મોદીએ, જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મંત્રીમંડળે 894 કિલોમીટરના ચાર રેલ્વે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
પ્રધાનમંત્રી આજે એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લીધેલા ખેલાડીઓને મળશે
અમરનાથ યાત્રા: કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી 1,490 યાત્રાળુઓનો 27મો સમૂહ કાશ્મીર ઘાટી માટે રવાના થયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દીપિકા પાદુકોણ જલ્દી આપી શકે છે સારા સમાચાર, દીપિકાએ ફેમિલી પ્લાનિંગ પર વાત કરી
Next Article સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના રાજકોટના કાર્યક્રમના આયોજન અંગે ઉચ્ચસ્તરીય મિટિંગ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?