• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > મહુઆ મોઈત્રા ભારતમાં હતી અને દુબઈમાં સંસદીય આઈડી લોગઈ થઈ હતી, તૃણમૂલ સાંસદ પર વધુ એક ગંભીર આરોપ
National

મહુઆ મોઈત્રા ભારતમાં હતી અને દુબઈમાં સંસદીય આઈડી લોગઈ થઈ હતી, તૃણમૂલ સાંસદ પર વધુ એક ગંભીર આરોપ

CliQ INDIA
Last updated: October 22, 2023 1:15 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

કોલકાતા, નવી દિલ્હી, 21 ઓક્ટોબર : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અદાણી ગ્રૂપના પ્રતિસ્પર્ધી ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી, કરોડો રૂપિયાની લાંચ લેવાના અને સંસદમાં પ્રશ્નો પૂછવાના ગંભીર આરોપો પર, તેની સામે પહેલેથી જ તપાસ ચાલી રહી છે. હવે તે પ્રકાશમાં આવ્યું છે કે, તેણે પોતાનું સંસદીય આઈડી (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર-એનઆઈસી ખાતે બનાવેલ) અન્ય લોકો સાથે પણ શેર કર્યું છે. મહુઆ મોઇત્રા ભારતમાં હતી, ત્યારે પણ તેનું સંસદીય આઈડી દુબઈમાં લોગ ઈન હતું.

Contents
હિરાનંદાનીએ આરોપો સ્વીકારી લીધા છે-સાંસદ નિશિકાંત દુબેએ ફરિયાદ નોંધાવી છે-તૃણમૂલનું મૌન-

ઉલ્લેખનીય છે કે, આ આઈડીની વેબસાઈટ સમગ્ર દેશની સંસદીય પ્રણાલી સાથે સંબંધિત છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના તમામ મંત્રીઓ અને સાંસદો સુધીની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી અપલોડ કરવામાં આવે છે. ઝારખંડના ગોડ્ડાથી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર, આ મામલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)એ, તપાસ એજન્સીઓને આ માહિતી આપી છે.

નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ‘એક સાંસદે થોડા રૂપિયા માટે દેશની સુરક્ષા દાવ પર લગાવી દીધી. દુબઈમાં સાંસદનું આઈડી ખોલવામાં આવ્યું ત્યારે સાંસદ ભારતમાં હતા. સમગ્ર ભારત સરકાર, દેશના વડાપ્રધાન, નાણા વિભાગ, કેન્દ્રીય એજન્સીઓ આ એનઆઈસી પર છે. શું ટીએમસી (તૃણમૂલ) અને વિપક્ષે હજુ પણ રાજનીતિ કરવાની છે? આનો નિર્ણય જનતા કરશે.” એનઆઈસીએ આ માહિતી તપાસ એજન્સીને આપી છે.

હિરાનંદાનીએ આરોપો સ્વીકારી લીધા છે-

તે જ સમયે, મામલો પ્રકાશમાં આવ્યા પછી એથિક્સ કમિટીને આપેલા એફિડેવિટમાં, હિરાનંદાનીએ સ્વીકાર્યું છે કે,” તેણે મોઇત્રાના સંસદીય લોગિન આઈડીનો ઉપયોગ કર્યો છે. આ દ્વારા તેણે અદાણી ગ્રુપને લગતા પ્રશ્નો પણ અપલોડ કર્યા હતા.” તેણે આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જેના કારણે મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધવાની છે.

સાંસદ નિશિકાંત દુબેએ ફરિયાદ નોંધાવી છે-

નોંધનીય છે કે નિશિકાંત દુબે પહેલા જ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવી ચૂક્યા છે કે,” તે લોકસભામાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લે છે.” તેમનું કહેવું છે કે,”મહુઆ ઇરાદાપૂર્વક પૈસાના બદલામાં અદાણી જૂથ સામે સંસદમાં પ્રશ્નો પૂછે છે અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને જોડે છે. લોકસભાની એથિક્સ કમિટી, ભાજપના સાંસદની ફરિયાદની તપાસ કરી રહી છે.” સમિતિએ નિશિકાંત દુબેને તેમનુ મૌખિક નિવેદન નોંધવા માટે 26 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે.

નિશિકાંત દુબેએ આ અંગે ફરિયાદ નોંધાવી છે અને મહુઆ મોઇત્રાની સંસદ સભ્યપદ સમાપ્ત કરવાની માંગ કરી છે.

તૃણમૂલનું મૌન-

ખાસ વાત એ છે કે મહુઆ મોઇત્રાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ મામલે મૌન જાળવી રાખ્યું છે અને હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ નથી આપ્યું.

You Might Also Like

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર સુનાવણી શરૂ, 3,234 મતદાન કેન્દ્રો પર કતારો લાગી
લાલ સમુદ્રમાં વેપારી જહાજ પર થયેલા હુમલાની, એક સાથે અનેક એજન્સીઓએ તપાસ શરૂ કરી
રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદ બ્રહ્મલીન થયા, વડાપ્રધાન મોદી અને અન્યોએ શોક વ્યક્ત કર્યો
ઝારખંડમાં એન્કાઉન્ટરમાં, 5 લાખના ઇનામી ત્રણ જેજેએમપી આતંકવાદીઓ માર્યા ગયા
ફ્રાન્સનો એલાન, હૈદરાબાદમાં ‘બ્યુરો ડી ફ્રાન્સ’નું ઉદ્ઘાટન, ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત કરવામાં મદદ કરે છે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નર્મદા જિલ્લામાં જનભાગીદારી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરાયુ
Next Article ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 લોકોનાં હાર્ટ એટેકથી મૃત્યુ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?