નવી દિલ્હી, 22 માર્ચ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, અરવિંદ કેજરીવાલની મેડિકલ તપાસ માટે ડોક્ટરોની એક ટીમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) હેડક્વાર્ટર પર આજે થોડીવાર પહેલા પહોંચી હતી. ડિરેક્ટોરેટે, કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં રાત્રે કેજરીવાલની ધરપકડ કરી હતી.
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ, રાત્રે જ કેજરીવાલને તેમના ઘરેથી એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત હેડક્વાર્ટર લઈ ગઈ હતી. આજે મેડિકલ તપાસ બાદ તેને સવારે 10 વાગે કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવશે. આમ આદમી પાર્ટીએ, પોતાના નેતાની ધરપકડને ગેરકાયદે ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
