નવી દિલ્હી, 26 જાન્યુઆરી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ, શુક્રવારે 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ભાજપના મુખ્યાલય પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે નડ્ડાએ દરેકને સક્ષમ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
આ પહેલા જેપી નડ્ડાએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાના સંદેશમાં કહ્યું હતું કે, “75માં ગણતંત્ર દિવસ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ અવસર પર હું આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બહાદુર સૈનિકો અને બંધારણ નિર્માતાઓને સલામ કરું છું જેમણે રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને એકતા માટે સર્વસ્વ અર્પણ કર્યું. આવો આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં યોગદાન આપીએ.
