લેહ, નવી દિલ્હી,20 ફેબ્રુઆરી : જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં સોમવારે રાત્રે 9.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. અચાનક આવેલા, આ ભૂકંપના કારણે શહેરીજનો કડકડતી ઠંડીમાં પણ ઘરની બહાર નીકળી ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,’ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 148 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતું. ભૂકંપની ઊંડાઈ, પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે હતી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હાલમાં, ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યારે નાગરિકો તેમના ઘરોમાં હતા ત્યારે, 9.35 વાગ્યાની આસપાસ જમીન ધ્રૂજવા લાગી હતી. અચાનક આવેલા ભૂકંપના કારણે, નાગરિકો ગભરાઈ ગયા હતા. બહાર ઠંડી હોવા છતાં નાગરિકો, બહાર દોડી આવ્યા હતા. શ્રીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.’
આ પહેલા 15 ફેબ્રુઆરીએ, પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 હતી. ગત 13 ફેબ્રુઆરીએ, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ 5 કિમીની ઊંડાઈએ હતું.
