મુંબઈ, નવી દિલ્હી,20 ફેબ્રુઆરી : ટીવી અને ફિલ્મ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે, કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સોમવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા અમિત બહલે, ઋતુરાજના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઋતુરાજે ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’, ‘આહટ’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી’ જેવા, ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. તે રૂપાલી ગાંગુલી સાથે લોકપ્રિય હિન્દી સિરિયલ ‘અનુપમા’માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘સત્યમેવ જયતે 2’, ‘થુનીવુ’, ‘જર્સી’, ‘હમ તુમ ઔર ભૂત’માં કામ કર્યું હતું. ઋતુરાજે, જાન્યુઆરીમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં, રફીકની ભૂમિકા ભજવી હતી. અભિનેતા અમિત બહલે ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ઋતુરાજ સિંહનું કાર્ડિયાક અરેસ્ટથી, મૃત્યુ થયું હતું. તેમને સ્વાદુપિંડની બિમારીની સારવાર માટે થોડા સમય પહેલા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફરતી વખતે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. એમ બહલે જણાવ્યું હતું.
