જમ્મુ, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). શ્રી માતા વૈષ્ણોદેવી દર્શન માટે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ, ગુરુવારે સવારે સાંબા જિલ્લાના જટવાલ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા.
અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશથી કટરા જઈ રહેલી બસમાં અકસ્માત સમયે લગભગ 70 લોકો સવાર હતા. આ અકસ્માત સાંબા જિલ્લાના જટવાલ ગામમાં થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, સવારે 3:20 વાગ્યે ઘગવાલ તાલુકામાં હાઈસ્કૂલ જટવાલ પાસે ટાયર ફાટવાને કારણે બસ (યુપી81 બીટી 7688) પલટી ગઈ ત્યારે અકસ્માત થયો.
ઘાયલોને બચાવવા માટે કટોકટી સેવાઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા. તમામ 40 ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે એઈમ્સ વિજયપુર મોકલવામાં આવ્યા છે.
અધિકારીઓએ અકસ્માતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
