લખનૌ, નવી દિલ્હી, 29 માર્ચ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ, સરકાર પાસે મુખ્તાર અંસારીના જેલમાં, મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી એ પોતાના એક્સ પોસ્ટ પર કહ્યું કે, મુખ્તાર અન્સારીના જેલમાં થયેલા મોત વિષે તેમના પરિવાર દ્વારા વારંવાર અનેક શંકાઓ અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે, માટે તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ, જેથી તેમના મોતનું સાચું કારણ સામે આવી શકે. આવી સ્થિતિમાં તેમના પરિવારજનો માટે દુઃખી થવું સ્વાભાવિક છે. કુદરત તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
