નવી દિલ્હી, 29 માર્ચ આઇકોનિક ભારતીય એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે આગામી પેરિસ ઓલિમ્પિક 2024 માટે, ભારતના ધ્વજ વાહક તરીકે ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપડાને ધ્યાનમાં ન લેવાના ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં, આઈઓએ એ, ટોચના ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલને આગામી પેરિસ 2024 ઓલિમ્પિક માટે, ભારતીય ટીમના ધ્વજ વાહક તરીકે અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા, એમસી મેરી કોમને સમર ગેમ્સ માટે શેફ ડી મિશન તરીકે નિયુક્ત કર્યા હતા.
કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાએ ગુરુવારે, ઈન્સ્ટાગ્રામ પર નીરજને ધ્વજ વાહક ન ગણવાના, આઈઓએના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને લખ્યું, આશ્ચર્યની વાત એ છે કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશને અમારા ગોલ્ડન બોય નીરજ ચોપડાને, 2024 ઓલિમ્પિક માટે ધ્વજ વાહક તરીકે માન્યા નથી. કર્યા????? (ટેબલ ટેનિસ સહિત તમામ ફેડરેશનોએ હજુ સુધી ઓલિમ્પિક માટે ટીમની જાહેરાત કરી નથી)? આખરે પરિસ્થિતિના તેના મૂલ્યાંકનના આધારે નીરજ ધ્વજ વાહક માટે પ્રથમ પસંદગી છે.. છતાં હજુ પણ.. કેમ???….
આપને જણાવી દઈએ કે, વિશ્વના 88 નંબરના ખેલાડી શરથ કમલે રેકોર્ડ 10 વખત નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં સાત ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સમાં પણ બે મેડલ જીત્યા છે. અનુભવી ટીટી ખેલાડી, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ વખત બ્રોન્ઝ મેડલ જીતનાર પણ છે.
બોક્સિંગ ઈતિહાસમાં, મેરી પ્રથમ મહિલા બોક્સર છે જેણે છ વર્લ્ડ ટાઈટલ જીત્યા છે. પાંચ વખતની એશિયન ચેમ્પિયન ભારતની પ્રથમ મહિલા બોક્સર હતી જેણે 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અનુભવી બોક્સરે લંડન 2012 ઓલિમ્પિક ગેમ્સમાં, બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, અને તેના દ્વારા કોઈ રેકોર્ડ અથવા ટાઈટલ અસ્પૃશ્ય રહ્યા નથી.
ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે.
