નવી દિલ્હી,15 ઓક્ટોબર : કોંગ્રેસે રવિવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 55 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા.
કૉંગ્રેસે તેલંગાણા કૉંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડીને કોડંગલ વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીને નાલગોંડા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા એન ઉત્તમ કુમાર રેડ્ડીને હુઝુરનગરથી અને કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીને નાલગોંડા વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં 30 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.
