આઝમગઢ, નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) હમાસ સાથેના યુદ્ધ વચ્ચે, ઇઝરાયેલને બાંધકામ અને અન્ય કામ માટે, શ્રમિકોની જરૂર છે. આ માટે ઉત્તર પ્રદેશમાંથી 10 હજાર શ્રમિકોને, ત્યાં મોકલવાની યોજના બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આઝમગઢ જિલ્લાના, શ્રમ વિભાગમાં જિલ્લાના 150 શ્રમિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ સંખ્યા સતત વધી રહી છે.
ડેપ્યુટી લેબર કમિશનર રાજેશ કુમારે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે,” ઇઝરાયેલમાં કામ કરતા પેલેસ્ટિનિયન મજૂરો પેલેસ્ટાઇન પાછા જવાને કારણે ત્યાં મજૂરોની અછત છે. આ કારણે ઈઝરાયેલે ભારત સરકાર પાસે શ્રમિકોની માંગણી કરી છે. શ્રમિકોને સ્થાનિક ચલણમાં, ચૂકવણી કરવામાં આવશે. આ સંદર્ભે ઉત્તર પ્રદેશથી 10 હજાર શ્રમિકો મોકલવાના છે. આના સંદર્ભે, આઝમગઢમાં શ્રમ વિભાગની ઓફિસમાં પણ, નોંધણી કરવામાં આવી રહી છે.”
ડેપ્યુટી લેબર કમિશનરે જણાવ્યું હતું કે,” શ્રમિકોના નામ અને સરનામાની નોંધણીની સાથે તેમની પાસે સંબંધિત ક્ષેત્રમાં, નિપુણતા અને પાસપોર્ટ હોવો જોઈએ. અંગ્રેજીનું થોડું જ્ઞાન હોવું પણ જરૂરી છે. નોંધણી પછી, એક પરીક્ષણ લેવામાં આવશે અને આરોગ્ય તપાસ પણ કરવામાં આવશે. જે બાદ શ્રમિકોને ઈઝરાયેલ મોકલવામાં આવશે. ઇઝરાયેલમાં શ્રમિકો માટે હજુ 3-4 વર્ષનું કામ છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાજીવ / દીપક / દિલીપ / પવન / માધવી
