નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, સ્વામી વિવેકાનંદ અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવના વિરોધી હતા. તેમણે આવા ભેદભાવને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સૌથી મોટો અવરોધ ગણાવ્યો હતો.
શુક્રવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા શાહે એક્સ પર લખ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠતા સમગ્ર વિશ્વને દેખાડનાર સ્વામી વિવેકાનંદ, યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો આધાર માને છે. તેમના વિચારોએ યુવાનોના ચારિત્ર્ય ઘડતરમાં અને તેમનામાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશન, આજે વટવૃક્ષ બનીને જનતાની સેવા કરી રહ્યું છે.
શાહે કહ્યું કે, તેઓ આવા વિદ્વાન સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર નમન કરે છે અને રાષ્ટ્રીય યુવા દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવે છે. ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1985ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / મુકુંદ / ડો. હિતેશ/માધવી
