
શોપિયાં, નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચોટીગામમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. એવું માનવામાં આવે છે કે, બેથી ત્રણ આતંકવાદીઓ સુરક્ષા દળોના ઘેરા માં ફસાયેલા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોટીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળોએ કોર્ડન કરીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી અથડામણ શરૂ થઇ. સમાચાર લખાય છે ત્યાં સુધી, સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/મુકુંદ / ડો. હિતેશ
