નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) આર્મીના જવાનો સાથે, દિવાળી મનાવવાની તેમની પરંપરાને જાળવી રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ વર્ષે તિબેટ સરહદે હિમાચલ પ્રદેશના છેલ્લા ગામ લેપચા પહોંચ્યા છે. સૈનિકો સાથે 10મી વખત દિવાળી મનાવવા આવેલા વડાપ્રધાને, અહીં તૈનાત ભારતીય તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના સૈનિકોને, અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેઓ સતત નવ વર્ષથી, સૈનિકોની વચ્ચે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ગત વર્ષે તેણે પાકિસ્તાન બોર્ડર પર, કારગીલના દ્રાસ સેક્ટરમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી.
2014 થી દર વર્ષે, કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા, દેશની કેટલીક સરહદો પર જાય છે. આ દરમિયાન તે સૈનિકોને મળે છે. તેમની સાથે સમય વિતાવીને, તેમને મીઠાઈ ખવડાવે છે. વડાપ્રધાન મોદીએ આ પરંપરા 2014 માં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનથી શરૂ કરી હતી. તેમણે 23 ઓક્ટોબર 2014 ના રોજ સિયાચીનમાં વડાપ્રધાન તરીકે, તેમની પ્રથમ દિવાળી ઉજવી હતી. આગલા વર્ષે 2015 માં 11 નવેમ્બરના, પંજાબના અમૃતસરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં તેઓ 1965 ના યુદ્ધના વોર મેમોરિયલની મુલાકાતે પણ આવ્યા હતા.
વડાપ્રધાન તરીકે, મોદીજી 2016 માં ત્રીજી દિવાળીની ઉજવણી કરવા 30 ઓક્ટોબરના રોજ, હિમાચલ પ્રદેશના ચાંગો ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત-ચીન બોર્ડર પાસે, જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 18 ઓક્ટોબર 2017 ના રોજ, વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરની ગુરેઝ ખીણમાં એલઓસી પર સૈનિકો વચ્ચે, દિવાળીની ઉજવણી કરી હતી. 07 નવેમ્બર 2018 ના રોજ, વડાપ્રધાને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, ભારતના છેલ્લા ગામ માના નજીક, ચીન સરહદ પર તૈનાત ભારતીય તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના જવાનો સાથે, દિવાળીની ઉજવણી કરી.
ફરી વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ આ પરંપરા ચાલુ રાખી. 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાની ઉજવણી કરવા, તેઓ 27 ઓક્ટોબર 2019 ના રોજ, રાજૌરી પહોંચ્યા હતા અને એલઓસી પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. રાજૌરીથી પરત ફરતી વખતે, વડાપ્રધાન મોદીએ, પઠાણકોટ એરબેઝ પર એર યોદ્ધાઓ અને અન્ય કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી, એરબેઝ પર ફાઇટર પ્લેનનો પણ સર્વે કર્યો હતો.
એ જ રીતે, તેમણે 14 નવેમ્બરે પાકિસ્તાનની પશ્ચિમ સરહદે, રાજસ્થાનના જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર સૈનિકો સાથે દિવાળી 2020 ની ઉજવણી કરી હતી. સ્વદેશી મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન એમકે વન-એ ટેન્કના સપ્લાય માટે એચએઅલને, ઓર્ડર આપવામાં આવ્યો છે. જે અર્જુન ટેંકનું અપગ્રેડ વર્ઝન છે. જે તે સમયગાળા દરમિયાન તેણે સવારી કરી હતી. 2021 માં, તેણે પાકિસ્તાન સરહદ પર નૌશેરા સેક્ટરમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો. આ એ જ જગ્યા છે જ્યાં 1947 માં પાકિસ્તાનની ઉશ્કેરણી પર આદિવાસીઓએ દિવાળીના દિવસે રાજૌરી જિલ્લામાં હુમલો કર્યો હતો અને સેંકડો લોકોને શહીદ કર્યા હતા.
વડાપ્રધાને ગયા વર્ષે 24 ઓક્ટોબરે કારગીલમાં સૈનિકો સાથે નવમી દિવાળી મનાવી હતી. આ ચોથી વખત હતો જ્યારે તેઓ દિવાળી મનાવવા કારગીલ પહોંચ્યા હતા. વડાપ્રધાને તેમની સાથે વંદે માતરમ ગીત ગાઈને સૈનિકોને ઉત્સાહિત કર્યા હતા. આ વખતે વડાપ્રધાન સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે નેપાળ બોર્ડર પાસે હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. લેપચા એ ભારતીય સરહદ પર, ભારતમાં આવેલું છેલ્લું સ્થાન છે. તેનાથી આગળ સરહદ પાર તિબેટ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત / મુકુંદ / માધવી
