
ભોપાલ, નવી દિલ્હી, 05 નવેમ્બર (હિ.સ). વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. તેઓ અહીં સિવની અને ખંડવા જિલ્લામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધશે.
ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જણાવ્યું કે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન મોદી રવિવારે બપોરે 12 વાગ્યે સિવની જિલ્લાના લખનાદૌન માં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે સભાને સંબોધિત કરશે. આ પછી વડા પ્રધાન ખંડવા માં 3:30 વાગ્યે જનસભાને સંબોધશે. બંને જિલ્લામાં પ્રશાસને સુરક્ષા, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ માટે મોટા પાયે તૈયારીઓ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/મુકુંદ / માધવી
