નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસ નોંધાયા છે અને તેના કારણે 12 દર્દીઓના મોત થયા છે.
શુક્રવારે જાહેર કરાયેલા આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 838 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં 4334 એક્ટિવ કેસ નોંધાયા છે. કર્ણાટક અને કેરળમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. અહીં કોરોનાને કારણે મોતનો આંકડો પણ વધારે છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મોત થયા છે, જ્યારે કેરળમાં 5 લોકોના મોત થયા છે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ / ડો. હિતેશ
