તિરુપતિ, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ. સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (સોમવારે) સવારે કાર્તિક પૂર્ણિમાના અવસરે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા અને તિરુમાલા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડા પ્રધાને તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજાના કેટલાક ફોટા અપલોડ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’ પૂજા દરમિયાન, તેઑ ધોતી અને શાલ ધરાવતા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / માધવી
