નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.): રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, શુક્રવારે રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ સાથે દિલ્હીથી ચંદીગઢ સુધી વિન્ડો-ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન, બંને મંત્રીઓએ ટ્રેક જાળવણી કરનારાઓ, પીડબ્લ્યુડી અને સિગ્નલ વિભાગના જાળવણી કર્મચારીઓ સાથે વાતચીત કરી.
સ્થળ પરના કર્મચારીઓએ મંત્રીઓને ક્ષેત્રમાં કામ કરતી વખતે સામનો કરતા પડકારો વિશે માહિતી આપી. રેલવે મંત્રીએ સિગ્નલ, રિલે, પોઇન્ટ, ટર્નઆઉટ અને ક્રોસિંગ સહિત જાળવણીના વિવિધ તકનીકી પાસાઓ વિશે વિગતવાર માહિતી મેળવી.
નિરીક્ષણ દરમિયાન રેલવે મંત્રીએ, વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવતી અદ્યતન સિગ્નલ અને ટ્રેક જાળવણી પ્રક્રિયાઓ પર પ્રકાશ પાડ્યો અને સ્ટાફને વધુ સારી પ્રથાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, આધુનિક અને સલામત રેલ કામગીરી માટે જાળવણીની ગુણવત્તામાં સતત સુધારો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
