નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પાલના યોજના હેઠળ, દેશભરમાં 17,000 ક્રેચ સેન્ટર ખોલશે. અત્યાર સુધીમાં, મંત્રાલયે આ યોજના હેઠળ, 5222 ક્રેચને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને કાર્યબળમાં, સક્રિયપણે ભાગ લેવા સક્ષમ બનાવવાનો છે. તેનાથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ અને તેમના બાળકોની સંભાળ રાખવામાં, મદદ મળશે. આ યોજના હેઠળ, હાલની આંગણવાડી કાર્યકરો અને સહાયકો સાથે, બે વધારાના ક્રેચ કાર્યકરો અને સહાયકોની નિયુક્તિ કરવામાં આવશે. આ સંદર્ભમાં, ગુરુવારે પાલના યોજના હેઠળ આંગણવાડી-કમ-ક્રેચે પર એક વ્યાપક પ્રમાણભૂત કાર્યપ્રણાલી (એસઓપી) જારી કરવામાં આવી છે.
વિજ્ઞાન ભવન ખાતે આયોજિત, એક કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે,” સરકારની પ્રથમ પ્રાથમિકતા એ છે કે, જે મહિલા પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તે મહિલાઓ કે જેઓ મજૂર તરીકે કામ કરે છે અને આર્થિક પ્રવૃતિઓમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે. જેથી તેઓ તેમની આજીવિકાનું સમર્થન કરી શકે તેમજ તેમના બાળકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે.”
તેમણે કહ્યું કે,” કેન્દ્ર સરકાર એવા રાજ્યોને પોતાનો ટેકો આપશે કે, જેઓ સૂચિત સંખ્યા કરતા વધુ આંગણવાડીઓ અને ક્રેચ ખોલવા માંગે છે.” તેમણે રાજ્યોને તેમના સંબંધિત વિસ્તારોમાં બાંધકામની જગ્યાઓનું, મૂળભૂત મૂલ્યાંકન કરવા અને સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં મહિલાઓની, ભાગીદારી વધુ હોય તેવા શહેરી અને ઉપ-શહેરી વિસ્તારોને ઓળખવા નિર્દેશ આપ્યો. જેથી ક્રેચના બાંધકામ માટે યોગ્ય જગ્યાઓ ઓળખી શકાય.
આ પ્રસંગે બોલતા સચિવ ઇન્દિવર પાંડેએ જણાવ્યું હતું કે,” આંગણવાડી-કમ-ક્રેચ યોજનાનો ઉદ્દેશ્ય અર્થતંત્રના વિકાસમાં સહભાગી થતી મહિલાઓની સમસ્યાને, દૂર કરવાનો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, જ્યાં પરિવારના સભ્યો બાળકોની કાળજી લેવાની અપેક્ષા રાખવામાં આવે છે, પણ સહાય ઉપલબ્ધ નથી અને યોગદાનની સુવિધા માટે સંસ્થાકીય સમર્થન જરૂરી છે.” તેમણે કહ્યું કે,” પાલના યોજના હેઠળ, હાલના આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકો સાથે, બે વધારાના ક્રેચ કાર્યકરો અને સહાયકોની નિયુક્તિ કરવામાં આવશે.” આ પ્રસંગે રાજ્યમંત્રી ડો.મુંજપારા મહેન્દ્રભાઈ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / મુકુંદ / માધવી
