નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ. સ.) રશ્મિકા મંદાનાનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રશ્મિકાના ચહેરાને એડિટ કરીને, એક છોકરીના વીડિયોમાં મૂકીને આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ, અમિતાભ બચ્ચને પણ આ મામલે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી. બિગ બીના ટ્વીટ પર, રશ્મિકાએ પ્રતિક્રિયા આપી છે.
આ વાયરલ વીડિયોમાં એક છોકરી, બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. એ છોકરીનો ચહેરો બિલકુલ રશ્મિકા જેવો છે. આ વીડિયોમાં યુવતી લિફ્ટમાં પ્રવેશતી જોવા મળી રહી છે અને તેણે ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે, પરંતુ આ વીડિયોમાં દેખાતી યુવતી રશ્મિકા નહીં, પરંતુ બ્રિટિશ-ઈન્ડિયન યુવતી ઝારા પટેલ છે. એઆઇ ની ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, ઝારાના વિડિયો પર રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે.
વીડિયો શેર કરતી વખતે રશ્મિકાએ લખ્યું, ‘કાનૂની દૃષ્ટિકોણથી આ ગંભીર મામલો છે.’
હવે રશ્મિકાએ બિગ બીના સમર્થન માટે, આભાર માન્યો છે. મારા માટે ઉભા રહેવા બદલ સાહેબ તમારો આભાર, તમારા જેવા લોકોના કારણે જ હું આ દેશમાં સુરક્ષિત અનુભવું છું, તેણીએ ટ્વિટર પર કહ્યું.
આ વાયરલ વીડિયો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા રશ્મિકાએ કહ્યું હતું કે, “મારો ડીપફેક વીડિયો ઓનલાઈન, મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તે જોઈને હું ખૂબ જ દુખી છું. આ વિશે વાત કરવી જરૂરી છે. આ માત્ર મારા માટે જ નહીં, પરંતુ આપણા બધા માટે આઘાતજનક છે. કારણ કે ટેક્નોલોજીનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા /સુનીત / માધવી
