નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) અમેરિકન બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૅક્સે, વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં ભારતના વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દરમાં, થોડો ઘટાડો થવાનો અંદાજ 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
સોમવારે જારી કરાયેલા અહેવાલમાં, ગોલ્ડમેન સૅક્સે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં નજીવા ઘટાડા સાથે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ પહેલા, અમેરિકન ફર્મે જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જોકે, બ્રોકરેજ ફર્મે આગામી નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજિત 6.2 ટકાથી વધીને 6.5 ટકા થવાની આગાહી કરી છે.
અમેરિકન બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે,” આગામી કેલેન્ડર વર્ષ બે ભાગનું હશે. જેમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સરકારી ખર્ચ વૃદ્ધિનો મુખ્ય પ્રેરક હશે. જ્યારે ચૂંટણી પછી તે રોકાણ વૃદ્ધિમાં પુનરુત્થાન કરશે, જે ખાસ કરીને ખાનગી ક્ષેત્ર માં તેજી લાવશે.” ગોલ્ડમેન સૅક્સે આગાહી કરી છે કે,” મુખ્ય ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ પર આધારિત ફુગાવાનો દર 2024માં 5.1 ટકા રહેશે.”
નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ, આ પહેલા નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / માધવી
