નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ એ, શનિવારે ફોજદારી કાયદામાં ફેરફાર કરવાના બિલ પર સંસદીય પેનલના ત્રણ અહેવાલોના પ્રસાર અને પ્રકાશનનો નિર્દેશ કર્યો હતો.
એક દિવસ અગાઉ, રાજ્યસભાના સભ્ય અને ગૃહ બાબતોની વિભાગ-સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ, બ્રિજ લાલે સંસદમાં બેઠક દરમિયાન વ્યક્તિગત રીતે આ અહેવાલો અધ્યક્ષને સુપરત કર્યા હતા. સ્થાયી સમિતિએ ત્રણ અહેવાલોને સમર્થન આપ્યું હતું, જેમાં બિલોના હિન્દી નામોને જાળવી રાખીને ઘણા સુધારાનો સમાવેશ થાય છે.
ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ એ, ‘ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023’ પર 246મો અહેવાલ, ‘ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023’ પરનો 247મો અહેવાલ અને ‘ભારતીય પુરાવા વિધેયક, 2023’ પરનો 248મો અહેવાલ સહિત ત્રણ અહેવાલોના પ્રસાર અને પ્રકાશનની સૂચના આપી.
નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ રજૂ કર્યા હતા. તેમણે આ ત્રણેય બિલોની સંપૂર્ણ ચકાસણી માટે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવા વિનંતી કરી હતી. રાજ્યસભા સચિવાલય હેઠળ કાર્ય કરતી સમિતિને ભારતીય દંડ સંહિતા, સીઆરપીસી અને પુરાવા અધિનિયમ – ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી માટે અભિન્ન કાયદાઓ માટે સૂચિત ફેરબદલીની તપાસ કરવા માટે ત્રણ મહિનાનો સમયગાળો સોંપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ/દધીબલ / ડો. હિતેશ
