બેંગલુરુ, નવી દિલ્હી,27 નવેમ્બર (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે,
આયોજિત ગીતોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રદેશ ભાજપ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ
સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી. તેમણે કહ્યું કે,” પવિત્ર શ્રી કૃષ્ણ
ક્ષેત્રની પ્રધાનમંત્રીની મુલાકાત માત્ર ઉડુપી માટે જ નહીં પરંતુ સમગ્ર કર્ણાટક
માટે ગર્વની ક્ષણ છે.”
ભાજપ નેતા વિજયેન્દ્રએ કહ્યું કે,” આ પવિત્ર મેળાવડામાં
પ્રધાનમંત્રીની હાજરી ભારતીય સભ્યતા અને આધ્યાત્મિક ચેતનાના કાયમી વારસાની તીવ્ર
યાદ અપાવે છે.” તેમણે કહ્યું કે,” મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક મંચ પર એક
શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગીતોત્સવમાં તેમની ભાગીદારી આધ્યાત્મિક
મૂલ્યો તેમજ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
