નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં યોજાનાર બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય બંધારણનું અનુવાદિત સંસ્કરણ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત નવ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. આ સમારોહ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થશે. આ વર્ષે બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.
એક સત્તાવાર પ્રકાશન અનુસાર, સમારોહમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, બંને ગૃહોના સંસદ સભ્યો અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવશે.
આ પ્રસંગે મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત નવ ભાષાઓમાં ભારતના બંધારણના અનુવાદિત સંસ્કરણો પ્રકાશિત કરવામાં આવશે. સમારોહ દરમિયાન ભારત કે સંવિધાન મેં કલા ઔર કૈલીગ્રાફી નામની એક સ્મારક પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
