નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) સાંસદોની સંસદીય બેઠકને સંબોધિત કરશે. લાંબા સમય પછી યોજાઈ રહેલી આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે. સંસદના ચોમાસુ સત્રમાં સતત હોબાળો અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે, શાસક ગઠબંધનની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સંસદના ચોમાસુ સત્રમાં બિહાર મતદાર યાદી સુધારણાને લઈને ચાલી રહેલી ગતિરોધ વચ્ચે પ્રધાનમંત્રી મોદી, આજે એનડીએ સંસદીય પક્ષની બેઠકને સંબોધિત કરશે. આ વર્તમાન સત્રની પહેલી બેઠક છે, જેમાં શાસક ગઠબંધનના તમામ સાંસદો હાજર રહેશે.
આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે વિપક્ષી સભ્યો સંસદના ચોમાસુ સત્રમાં ચૂંટણી પંચની કથિત પક્ષપાતી ભૂમિકા સહિત વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવી રહ્યા છે. મોદી આ મુદ્દાઓ પર એનડીએ સાંસદો સાથે વિપક્ષના આરોપોનો જવાબ આપવાની રણનીતિ પર ચર્ચા કરી શકે છે.
આ સાથે, એનડીએ ની આ બેઠક 7 ઓગસ્ટથી શરૂ થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયાના થોડા દિવસો પહેલા થઈ રહી છે. એનડીએ એ, 21 ઓગસ્ટ સુધીમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરવાની રહેશે.
ભાજપની સાથે, ટીડીપી, જેડીયુ અને એલજેપી (રામ વિલાસ) જેવા સહયોગી પક્ષોના સાંસદો પણ આ બેઠકમાં હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
