• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પ્રધાનમંત્રી મોદી, આજે આંધ્રપ્રદેશમાં ₹13,430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
National

પ્રધાનમંત્રી મોદી, આજે આંધ્રપ્રદેશમાં ₹13,430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

CliQ INDIA
Last updated: October 16, 2025 5:45 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શ્રીશૈલમમાં પ્રખ્યાત શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરશે. તેઓ કુર્નૂલમાં ₹13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પ્રધાનમંત્રી સવારે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમમાં પ્રખ્યાત શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરશે. આ મંદિર 12 જ્યોતિર્લિંગ અને 52 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરની વિશિષ્ટ વિશેષતા એ છે કે, તેમાં એક જ સંકુલમાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને આવેલા છે, જે તેને દેશમાં એક અનોખું ધાર્મિક સ્થળ બનાવે છે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી મોદી શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફુર્તિ કેન્દ્રની મુલાકાત લેશે. આ કેન્દ્ર છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત એક સ્મારક સંકુલ છે, જેમાં ધ્યાન મંદિરના ચાર ખૂણા પર તેમના ચાર મુખ્ય કિલ્લાઓ – પ્રતાપગઢ, રાજગઢ, રાયગઢ અને શિવનેરીના મોડેલો છે. કેન્દ્રમાં ધ્યાનસ્થ મુદ્રામાં શિવાજી મહારાજની પ્રતિમા છે. આ સ્મારકનું સંચાલન શ્રી શિવાજી સ્મારક સમિતિ દ્વારા કરવામાં આવે છે, જે 1677 માં શિવાજી મહારાજની શ્રીશૈલમની મુલાકાતની યાદમાં સ્થાપિત કરવામાં આવી હતી.

અહીંથી, પ્રધાનમંત્રી કુર્નૂલ જશે, જ્યાં બપોરે લગભગ 2:30 વાગ્યે, તેઓ આશરે ₹13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ પ્રોજેક્ટ્સ ઉદ્યોગ, રસ્તાઓ, રેલ્વે, ઉર્જા, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. તેમનો ઉદ્દેશ્ય પ્રાદેશિક માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા અને આંધ્રપ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવાનો છે.

પ્રધાનમંત્રી, કુર્નૂલ-III પૂલિંગ સ્ટેશન ખાતે ટ્રાન્સમિશન સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેનો ખર્ચ ₹2,880 કરોડથી વધુ થશે. આનાથી ટ્રાન્સફોર્મેશન ક્ષમતામાં 6,000 એમવીએ નો વધારો થશે અને નવીનીકરણીય ઉર્જાના ટ્રાન્સમિશનને પ્રોત્સાહન મળશે.

ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી કુર્નૂલમાં ઓરવાકલ ઔદ્યોગિક વિસ્તાર અને કડપામાં કોપર્થી ઔદ્યોગિક વિસ્તારનો શિલાન્યાસ કરશે, જેનો કુલ રોકાણ ₹4,920 કરોડથી વધુ થશે. આ પ્રોજેક્ટ્સથી આશરે 100,000 રોજગારીનું સર્જન થવાની અને ₹21,000 કરોડના રોકાણ આકર્ષિત થવાની અપેક્ષા છે.

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના ભાગ રૂપે, પ્રધાનમંત્રી ₹960 કરોડના ખર્ચે સબ્બાવરામ-શીલાનગર છ-લેન ગ્રીનફિલ્ડ હાઇવેનો શિલાન્યાસ કરશે. વધુમાં, ₹1,140 કરોડના વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનાથી રાજ્યભરમાં ટ્રાફિક, સલામતી અને કનેક્ટિવિટીમાં સુધારો થશે.

રેલવે ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી ₹1,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં કોટ્ટાવલાસા-વિજિયાનગરમ ચોથી રેલ્વે લાઇન, પેન્ડુર્થી-સિમહાચલમ નોર્થ રેલ ફ્લાયઓવર અને શિમીલીગુડા-ગોરપુર સેક્શનનું ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ઉર્જા ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી ગેઇલ ઇન્ડિયા લિમિટેડની ₹1,730 કરોડની શ્રીકાકુલમ-અંગુલ કુદરતી ગેસ પાઇપલાઇન અને ચિત્તૂરમાં ઇન્ડિયન ઓઇલ એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ્સથી 7.2 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો થશે.

સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી કૃષ્ણા જિલ્લાના નિમ્માલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની એડવાન્સ્ડ નાઇટ વિઝન પ્રોડક્ટ્સ ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આશરે ₹360 કરોડના ખર્ચે બનેલ આ ફેક્ટરી ભારતીય સશસ્ત્ર દળો માટે અદ્યતન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરશે, જે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ઉત્તર ભારતીય લોકોની સોસાયટીમાં બહાર બેનર લાગ્યા છે કે ફોન લગાવો યુપી જીતાવો, આવા બેનર સાથે યુપી જીતાવો કોલિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું | BulletsIn
વડાપ્રધાન મોદીની આજે બે જાહેર સભા કેરળમાં અને એક તમિલનાડુમાં
હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી વાદળ ફાટવાથી ભારે તબાહી, બે લોકોના મોત, એક ગુમ, અનેક ઘરો અને વાહનોને નુકસાન
પીએમ મોદી અને બીજેપી પર ખરગાં વાર, કહ્યું – તેઓ ઘસેટી પીડિત હિંદુ-મુસ્લિમ નાટકનું સહારો લે છે
રાષ્ટ્રપતિ આજે અને કાલે યુપીમાં, ઉપરાષ્ટ્રપતિ આજે રાજસ્થાનમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા 12 એકસ્ટ્રા બસ મૂકાઈ
Next Article જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૭ ઓકટોબરના ભરતી મેળો યોજાશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?