ચંડીગઢ, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) પંજાબ પોલીસે ભટિંડામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા સમર્થિત, ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે. પકડાયેલા આતંકવાદીઓ પંજાબમાં ટાર્ગેટ કિલિંગની તૈયારી કરી રહ્યા હતા. પંજાબના એક ધાર્મિક નેતા આતંકવાદીઓના નિશાના પર હતા. જેલમાં યુએપીએ હેઠળ બંધ આરોપીઓ સંગરુર, કુલવિંદર સિંહ કિંદા અને હરચરણ સિંહના સંપર્કમાં હતા. પોલીસે આ કેસમાં અનેક પાસાઓના આધારે તપાસ શરૂ કરી છે.
પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, આઈએસઆઈ દ્વારા કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે, પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ ભટિંડાના રહેવાસી રાજભુપિન્દર સિંહ, ફિરોઝપુરના રહેવાસી રમણ કુમાર અને ફરીદકોટના રહેવાસી જગજીત સિંહ તરીકે થઈ છે.
આરોપીઓ પાસેથી 8 પિસ્તોલ, 9 મેગેઝીન અને 30 જીવતા કારતુસ મળી આવ્યા છે. આરોપીઓએ આ હથિયારો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી ખરીદ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ભટિંડામાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / સંજીવ / ડો. હિતેશ / માધવી
