નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિં.સ.) સમગ્ર ઉત્તર ભારત ઠંડી અને ધુમ્મસના કારણે અશાંતિમાં છે. ધુમ્મસના કારણે, રેલવે ટ્રાફિકને સૌથી વધુ અસર થઈ રહી છે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર,’ આજે દિલ્હી પહોંચતી 23 ટ્રેનો નિર્ધારિત સમય કરતા ઘણા કલાકો મોડી ચાલી રહી છે.’
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે,’ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ, આજે સવારે શીત લહેરથી પ્રભાવિત થયા હતા. અહીં ગાઢ ધુમ્મસ હતું. આ સિવાય શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શ્રીનગરમાં -2.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.’
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર,’ રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ‘ગંભીર’ શ્રેણીમાં છે. સવારે આનંદ વિહારમાં 425, દ્વારકા સેક્ટર 8માં 425, આરકે પુરમમાં 426, મુંડકામાં 431 નોંધાયો હતો.’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
