નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.) વિદેશ મંત્રી સ્તરની વાતચીતમાં ચીન દ્વારા
તાઇવાન પર જારી કરાયેલા નિવેદન સંબંધિત દાવાઓ પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
છે. ભારતે કહ્યું છે કે,” તાઇવાન પર તેના
વલણમાં કોઈ ફેરફાર થયો નથી.” સૂત્રોએ
જણાવ્યું હતું કે,” અમે ભાર મૂક્યો
હતો કે બાકીના વિશ્વની જેમ,
ભારતના પણ તાઇવાન
સાથે આર્થિક, તકનીકી અને
સાંસ્કૃતિક સંબંધો પર કેન્દ્રિત સંબંધો છે. અમે આ ચાલુ રાખવા માંગીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે, ચીને કહ્યું હતું કે,” વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તાઇવાન પર ચીનના
દાવાને ટેકો આપ્યો છે. સોમવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી જયશંકર અને ચીનના વિદેશ
મંત્રી વાંગ યી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી.”
સૂત્રો એમ પણ કહે છે કે,“ચીને ભારતને તેની જરૂરી વ્યાપારી જરૂરિયાતો પૂરી કરવાની
ખાતરી આપી છે. ચીને ભારતની ત્રણ મુખ્ય ચિંતાઓને સંબોધવાનું વચન આપ્યું છે. “
વિદેશ મંત્રી વાંગ યીએ તેમના ભારતીય સમકક્ષ જયશંકરને ખાતરી
આપી હતી કે,” ચીન ખાતરો, દુર્લભ ખનિજો અને ટનલ બોરિંગ મશીનોની ભારતની જરૂરિયાતોનું
ધ્યાન રાખી રહ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
