જમ્મુ, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ. સ.). સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે બપોરે 3.48 કલાકે શ્રીનગર, પૂંછ, કિશ્તવાડ સહિત જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરની સાથે લદ્દાખમાં પણ ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર લદ્દાખનું કારગિલ હોવાનું કહેવાય છે.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરો અને અન્ય ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા અને લાંબા સમય સુધી બહાર જ રહ્યા હતા. જો કે, અત્યાર સુધી આ આંચકાઓને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/સુનીત / ડો. હિતેશ
