• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ભારતીય મઝદૂર સંઘની 70મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ, સંઘના વડા ભાગવતજી, મુખ્ય અતિથિ રહેશે
National

ભારતીય મઝદૂર સંઘની 70મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ, સંઘના વડા ભાગવતજી, મુખ્ય અતિથિ રહેશે

CliQ INDIA
Last updated: June 26, 2025 10:05 am
CliQ INDIA
Share
5 Min Read
SHARE

નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.)

ભારતીય મઝદૂર સંઘ તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 23 જુલાઈએ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર

સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક

સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત મુખ્ય અતિથિ રહેશે અને દેશભરના હજારો કાર્યકરો પણ,

આ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતીય મઝદૂર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ રવિન્દ્ર હિમાટેએ

બુધવારે દિલ્હીના હરિયાણા ભવન ખાતે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ

દરમિયાન પ્રાદેશિક સંગઠન મંત્રી અનુપમ અને દિલ્હી રાજ્ય મહાસચિવ દીપેન્દ્ર ચાહર પણ

હાજર રહ્યા હતા.

હિમતે એ જણાવ્યું હતું કે,” આ 70 વર્ષની યાત્રાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ભોપાલમાં

આયોજિત કરવામાં આવ્યો હતો અને સમાપન ડૉ. ભાગવતજીની હાજરીમાં દિલ્હીમાં થશે. તેમાં

દિલ્હીના લગભગ 110 સંગઠનોના 10,000 કાર્યકરો હાજરી

આપશે. આ સાથે, કેન્દ્ર અને

રાજ્યોના મંત્રીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.”

તેમણે જણાવ્યું કે,” ભારતીય મઝદૂર સંઘની સ્થાપના ૨૩ જુલાઈ

૧૯૫૫ ના રોજ દત્તોપંત ઠેંગડી દ્વારા ૩૫ કામદારો સાથે ભોપાલમાં સંઘના બીજા

સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી)ના આદેશ પર કરવામાં આવી હતી. તે સમયે આ

સંગઠન પાસે કોઈ સંસાધનો નહોતા, પૈસા નહોતા, સભ્યપદ નહોતું અને કોઈ પાયો નહોતો, પરંતુ સંગઠનાત્મક

પ્રતિબદ્ધતા, રાષ્ટ્રવાદી

વિચારસરણી અને મહેનતુ કામદારોના પ્રયત્નોના બળ પર, આ સંગઠને એક ઉદાહરણ પૂરું પાડ્યું.”

તેમણે કહ્યું કે,” તેનું પહેલું સંમેલન ૧૯૬૭ માં દિલ્હીમાં

યોજાયું હતું અને ૧૯૮૦ સુધીમાં આ સંગઠન દેશનું બીજું સૌથી મોટું ટ્રેડ યુનિયન બની

ગયું હતું. ૧૯૯૦ માં કરવામાં આવેલા ચકાસણીમાં, તે દેશનું નંબર વન સંગઠન બન્યું અને ત્યારથી તે સતત ટોચ પર

રહ્યું છે.”

તેમણે કહ્યું કે,” ભારતીય મઝદૂર સંઘનો મૂળ પાયો રાષ્ટ્ર છે.

અમે હંમેશા રાષ્ટ્રને, પછી ઉદ્યોગોને

અને પછી કામદારોને પ્રાથમિકતા આપી છે. અમે માનીએ છીએ કે જ્યારે રાષ્ટ્ર સુરક્ષિત

હશે, ત્યારે જ ઉદ્યોગો

સુરક્ષિત રહેશે અને જ્યારે ઉદ્યોગો અસ્તિત્વમાં હશે, ત્યારે જ કામદારો અસ્તિત્વમાં રહેશે.”

કોવિડ-19 મહામારી દરમિયાન સંગઠનના કાર્યકરોની ભૂમિકાનો

ઉલ્લેખ કરતા રાષ્ટ્રીય મહાસચિવ હિમતેએ જણાવ્યું હતું કે,” જ્યારે સરકારે પણ

સ્વજનોને મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે અમારા

કાર્યકરોએ નિઃસ્વાર્થ ભાવે અંતિમ સંસ્કાર કર્યા અને ડોકટરો અને દર્દીઓની સેવામાં

રોકાયેલા રહ્યા.”

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,”

ભારતીય મજૂર સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ સાથે મળીને, રાહત અને

બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો. આજે, ભારતીય મજૂર સંઘ દેશના ૨૮ રાજ્યોમાં સક્રિય છે અને તેના

હેઠળ લગભગ ૬,૩૦૦ સંગઠનો

કાર્યરત છે.જેમની કુલ સભ્ય સંખ્યા ૨ કરોડથી વધુ છે.”

પ્રાદેશિક સંગઠન મંત્રી અનુપમે જણાવ્યું હતું કે,” ભારતીય

મજૂર સંઘ આજે દેશની ટ્રેડ યુનિયન વ્યવસ્થામાં એક અલગ અને મજબૂત ઓળખ ધરાવે છે.

તાજેતરમાં, ભારતમાં યોજાયેલી

જી-૨૦ કોન્ફરન્સ

હેઠળ, શ્રમ-૨૦ ની

અધ્યક્ષતા ભારતીય મજૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હિરણમય પંડ્યાએ કરી હતી. એટલું જ

નહીં, સંઘના પ્રતિનિધિઓ

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ) ના મંચ પર પણ સક્રિય ભૂમિકા ભજવે છે.”

તેમણે કહ્યું કે,” અમારો પ્રયાસ સરકાર અને કર્મચારીઓ વચ્ચે

વાતચીતની પ્રક્રિયાને સુગમ અને રચનાત્મક રાખવાનો છે. ટ્રેડ યુનિયનોની પરંપરાગત

વિચારસરણીથી દૂર જઈને, ભારતીય મઝદૂર

સંઘે ‘આપણે રાષ્ટ્રીય

હિતમાં કામ કરીશું અને આપણા કાર્ય માટે સંપૂર્ણ ચૂકવણી કરીશું’ જેવા નવા સૂત્ર

અને અભિગમ સાથે કામ કર્યું છે, જે સકારાત્મક અને રાષ્ટ્રીય હિતમાં છે.”

અનુપમે કહ્યું કે,” આ સંગઠન 70 વર્ષથી અખંડ એકતા અને શિસ્ત સાથે આગળ વધી

રહ્યું છે, જે વિશ્વના અન્ય

મજૂર સંગઠનો માટે પણ પ્રેરણારૂપ છે.” તેમણે કહ્યું કે,” અન્ય સંગઠનો પણ દત્તોપંત

ઠેંગડીની વિચારધારા અને સંગઠન કૌશલ્યમાંથી માર્ગદર્શન લેતા હતા.” તેમણે કહ્યું કે,”

આ 70મું વર્ષ ફક્ત

ભારતીય મઝદૂર સંઘ માટે ઉજવણી નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકાને માન આપવાની તક છે, જે દિલ્હીમાં

સંપૂર્ણ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવશે.”

દિલ્હી રાજ્ય મહાસચિવ ચાહરે જણાવ્યું હતું કે,” દિલ્હીમાં

કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સંગઠન આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર

બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ૭૦ વર્ષની આ સફરમાં, ભારતીય મઝદૂર સંઘે સાબિત કર્યું છે કે, જો રાષ્ટ્રીય હિત

સર્વોપરી હોય, તો સંગઠન માત્ર

ટકી રહે છે, પણ સતત વિકાસ તરફ

પણ આગળ વધે છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ઉપરાષ્ટ્રપતિ ધનખડ, આજે અલીગઢ જશે….. | BulletsIn
કેજરીવાલ અને સિસોદિયા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટની અવગણના સુનાવણીએ રાજકીય ધ્યાન આકર્ષિત કર્યું
સીડબ્લ્યુસી ની બેઠકમાં મનરેગા નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, દેશવ્યાપી આંદોલનની તૈયારી
પ્રધાનમંત્રી મોદીએ, નવા વર્ષ પર સમાજમાં શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરી
પ્રધાનમંત્રી મોદી વિશ્વવ્યાપી સંકટના સમયે ઈંધણ બચાવ અભિયાનને આગળ વધારે છે, ત્રંપે ઈરાનને યુદ્ધવિરામ ટૂંકા ગાળામાં છીનવાઈ જવાની ચેતવણી આપી છે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પતિના અફેર અને ત્રાસથી દુઃખી યુવતીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી
Next Article સુરતમાં સગર્ભા મહિલા, બે બાળકો સહિત પરિવાર અને ગામનિવાસી પોલીસકર્મીઓને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?