
જમ્મુ, નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ. સ.). જમ્મુના ડોડા જિલ્લામાં ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, ડોડામાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ડોડામાં સવારે 3.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/સંજીવ / ડો. હિતેશ
