
ભુજ, નવી દિલ્હી, 08 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતના કચ્છ જિલ્લામાં શુક્રવારે સવારે 9 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઘરોમાં કંપનનો અનુભવ થતાં જ લોકો બહાર આવી ગયા હતા. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. તેનું કેન્દ્ર રાપરથી 19 કિલોમીટર દૂર હતું.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા આવે છે. કચ્છની સાથે રાજકોટમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/બિનોદ/મુકુંદ / ડો. હિતેશ
