
રાંચી, નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ જગદીપ ધનખડ, આજે (રવિવારે) પ્રથમ વખત ઝારખંડ ની મુલાકાતે છે. તેમના રાજ્યના બે જિલ્લા જમશેદપુર અને ધનબાદમાં કાર્યક્રમો છે. તેઑ એક્સએલઆરઆઈ, જમશેદપુર અને આઈઆઈટી-આઈએસએમ, ધનબાદના કાર્યક્રમોમાં ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ ધનખડ, પહેલા જમશેદપુર પહોંચશે. તેઓ ત્યાં એક્સએલઆરઆઈ ની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પછી તે ધનબાદ જશે. તેઓ ત્યાં આઈઆઈટી-આઈએસએમ ના 43મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ, બપોરે 1.30 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ આર્મી હેલિકોપ્ટર દ્વારા જમશેદપુર જવા રવાના થશે.
આ સમય દરમિયાન ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણન, ટાટા સ્ટીલ લિમિટેડના સીઈઓ કમ એમડી ટીવી નરેન્દ્રન, એક્સએલઆરઆઈ ના ડિરેક્ટર ફાધર એસ જ્યોર્જ ફર્નાન્ડિસ પણ તેમની સાથે હાજર રહેશે. તેઓ બપોરે 3.50 કલાકે સોનારી એરપોર્ટથી ધનબાદ જવા રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર/વંદના/મુકુંદ / ડો. હિતેશ
