નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિં.સ.) ચૂંટણી પંચે ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ ને, નેશનલ આઈકોન બનાવ્યા છે. ગુરુવારે ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવનમાં, આ સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આયોગ યુવાનોમાં, ચૂંટણી પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા સતત પ્રયાસો કરી રહ્યું છે. આ ક્રમમાં પહેલા સચિન તેંડુલકર અને હવે રાજકુમાર રાવને નેશનલ આઈકોન બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, બે મહિના પહેલા ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન સચિન તેંડુલકરને, ચૂંટણી પંચે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઈકન’ બનાવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલની હાજરીમાં આકાશવાણી રંગ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, અભિનેતા સાથે આ સંબંધમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ભારતનું ચૂંટણી પંચ પોતાને, જીવનના વિવિધ ક્ષેત્રોના પ્રખ્યાત ભારતીયો સાથે સાંકળી રહ્યું છે અને તેમને લોકશાહીના તહેવારમાં ભાગ લેવા માટે મતદારોને પ્રેરણા આપવા માટે, ભારતના ચૂંટણી પંચના રાષ્ટ્રીય ચિહ્નો તરીકે નિયુક્ત કરે છે. પંચે ગયા વર્ષે પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીને, રાષ્ટ્રીય ચિહ્ન તરીકે માન્યતા આપી હતી. આ પહેલા, 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન, એમએસ ધોની, આમિર ખાન અને મેરી કોમ જેવા, દિગ્ગજ નેતાઓ ભારતના ચૂંટણી પંચના રાષ્ટ્રીય ચિહ્નો રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / દધીબલ / માધવી
