નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઓફ કોટેજ એન્ડ
સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ (એફએસીએસઆઈ) એ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર એવા મોટા ઉદ્યોગો સામે
કાર્યવાહી કરે જે ખોટા સ્વ-ઘોષણા રજૂ કરે છે અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે
અનામત સરકારી ખરીદી ક્વોટા મેળવવા માટે ખોટા ડેટા રજૂ કરે છે. એસોસિએશને જણાવ્યું
છે કે,” કેટલીક મોટી કંપનીઓ એમએસએમઈ ઉદ્યોગ પોર્ટલ
દ્વારા ઉદ્યોગ નોંધણી પ્રમાણપત્રો મેળવવા માટે અનુચિત માધ્યમોનો આશરો લઈ રહી છે.”
એસોસિએશને મેસર્સ ઇસ્ટ ઇન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ
મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું
હતું કે,” આ કંપનીએ ઉદ્યોગ નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે ખોટી માહિતી પૂરી પાડી
હતી. એફએસીએસઆઈ એ દાવો કર્યો હતો કે, કંપનીએ કલમ 8(5)નું સીધું ઉલ્લંઘન કર્યું છે.”
ઉલ્લેખનીય છે કે, મેસર્સ ઇસ્ટ ઇન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ
મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડનું 2019-20 માટે ટર્નઓવર ₹153.42 કરોડ હતું. નિયમો અનુસાર, ₹150 કરોડથી વધુ
ટર્નઓવર ધરાવતી કંપનીઓને મોટી કંપનીઓ ગણવામાં આવે છે અને તેમને સૂક્ષ્મ અને
નાના પાયાના સાહસો તરીકે વર્ગીકૃત કરવામાં આવતી નથી. આમ છતાં, કંપનીએ ડેટામાં
છેડછાડ કરીને સૂક્ષ્મ અને નાના પાયાના સાહસ તરીકે નોંધણી મેળવી અને
લાભ મેળવતા રહ્યા.
એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે, દેશની જાહેર ખરીદી નીતિ
હેઠળ, તમામ કેન્દ્રીય
મંત્રાલયો, વિભાગો અને જાહેર
ક્ષેત્રના ઉપક્રમોએ સૂક્ષ્મ અને નાના સાહસો પાસેથી ઓછામાં ઓછા 25 ટકા વાર્ષિક
ખરીદીનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
