નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંગળવારે મધ્યપ્રદેશ વિધાનસભાના સભ્યો માટે આયોજિત પ્રબોધન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ અને અન્ય ઘણા મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે.
69 નવા ચૂંટાયેલા સભ્યો સહિત રાજ્ય વિધાનસભાના કુલ 230 સભ્યો 9 અને 10 જાન્યુઆરીના રોજ આયોજિત બે દિવસીય પ્રબોધન કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ધારાસભ્યોને વિધાનસભાની કામગીરી અને તેની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવાનો છે જેથી તેઓ પોતાને કાયદાકીય માળખાથી પરિચિત કરી શકે. સભ્યોને સંવાદ, માહિતીપ્રદ આદાનપ્રદાન અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ભૂતકાળના દાખલાઓના સંપર્ક દ્વારા વ્યવહારુ માહિતી આપવામાં આવશે.
મધ્ય પ્રદેશ વિધાનસભા સચિવાલયના સહયોગથી લોકસભા સચિવાલયની સંસદીય લોકશાહી સંશોધન અને તાલીમ સંસ્થા (પ્રાઈડ) દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા સભ્યો માટે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
1981થી, પ્રાઈડ એ કુલ 62 જ્ઞાન અભ્યાસક્રમો હાથ ધર્યા છે, જેમાં 4300થી વધુ સભ્યોએ ભાગ લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / સંજીવ / માધવી
