નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ.સ.) સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર
પહેલા આજે, રવિવારે એક
સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ સર્વપક્ષીય બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી
કિરેન રિજિજુ સવારે 11 વાગ્યે બંને
ગૃહોના સભ્યો સાથે મુલાકાત કરશે. તેઓ લોકસભા અને રાજ્યસભાના સુચારુ સંચાલન માટે
તેમનો સહયોગ માંગશે.
19 ડિસેમ્બર સુધી
ચાલનારા, સંસદના શિયાળુ સત્ર દરમિયાન, સરકાર પરમાણુ ઉર્જા ક્ષેત્ર અને ઉચ્ચ શિક્ષણ સુધારાઓ
સંબંધિત 10 મહત્વપૂર્ણ બિલ
રજૂ કરશે. વિપક્ષ એસઆઈઆરજેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
