વોશિંગ્ટન, નવી દિલ્હી 01 જાન્યુઆરી (હિ.સ.)
અમેરિકી ગુપ્તચર એજન્સી, સેન્ટ્રલ
ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) એ ખુલાસો કર્યો છે કે,”યુક્રેને ડ્રોન હુમલામાં
પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું ન હતું.” અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે,”
ક્રેમલિનના દાવા બાદ સત્ય નક્કી કરવા માટે સીઆઈએ, યુક્રેન ડ્રોન હુમલાનું
મૂલ્યાંકન કર્યું હતું કે, યુક્રેને ઉત્તર યુક્રેનમાં તાજેતરમાં ડ્રોન હુમલામાં
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ઉપયોગમાં લેવાતા, નિવાસસ્થાનને નિશાન
બનાવ્યું ન હતું. આ મૂલ્યાંકન સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર
વાતચીત દરમિયાન રશિયન નેતાના દાવાનું ખંડન કરે છે.”
સીએનએનના અહેવાલ મુજબ, “અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીઆઈએના ડિરેક્ટર જોન
રેટક્લિફે બુધવારે ટ્રમ્પને આ મૂલ્યાંકન અંગે માહિતી આપી હતી.”
ઉલ્લેખનીય છે કે, રશિયાએ જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે યુક્રેને સોમવારે
પુતિનના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે ત્યારબાદ
પત્રકારોને કહ્યું કે,” તેઓ યુક્રેનની કાર્યવાહીથી પરેશાન હતા, જોકે યુક્રેને
આવા હુમલામાં કોઈ સંડોવણીનો ઇનકાર કર્યો હતો.”
સૂત્રોએ જણાવ્યું હતું કે,”રેટક્લિફે ટ્રમ્પને કહ્યું હતું
કે,” સીઆઈએ માનતું નથી કે, તે સાચું છે.” બુધવારે, ટ્રમ્પે ટ્રુથઆઉટ સોશિયલ પર ન્યૂયોર્ક પોસ્ટના
સંપાદકીય લેખની લિંક પોસ્ટ કરી, જેનું શીર્ષક હતું, પુતિનનો ‘હુમલો’ એક બનાવટી વાત દર્શાવે છે અને રશિયા શાંતિના માર્ગમાં
અડચણરૂપ છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કહ્યું કે,” તેઓ કોઈ
પુરાવા આપી શકતા નથી. મીડિયાએ ક્રેમલિન પર વિશ્વાસ કરવો જોઈએ.” સીઆઇએ એ,
ક્રેમલિનના દાવા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
